Skip to content
SSLPSS logo Shree Saurashtra Leuva
Patel Seva Samaj
Vadodara
Become a Member
  1. Home
  2. Marriage Bureau

Marriage Bureau

A reliable platform to find your dream life partner within the Samaj.

વેવિશાળ પસંદગી અભિયાનVevishal Pasandgi Abhiyan

વેવિશાળ પસંદગી અભિયાનમાં જોડાવા અંગેRegarding joining the Vevishal Pasandgi Abhiyan

સ્નેહી સ્વજન શ્રી,

Dear Swajan Shri,

આપણા સમાજની મુખ્ય સમસ્યા પોતાનાં દીકરા-દીકરીઓ માટે યોગ્ય ઘર અને વર શોધવાની છે, આજે કોઈની પાસે સમય નથી એવી પરિસ્થિતિમાં આપણાં દીકરા-દીકરીઓ માટે યોગ્ય પાત્રની શોધ માટે જ અમે આપની મદદે આવ્યા છીએ. આપ સૌનાં સંતાનો માટે વેવિશાળ પસંદગી અભિયાન દ્વારા એક વિશેષ તક ઊભી કરી રહ્યા છીએ. પરમેશ્વર જોડી બનાવીને જ મોકલે છે, પરંતુ એમનું સરનામું શોધતા સમય વહી જાય છે. અમે આ સરનામું શોધવામાં આપને મદદરૂપ થવા તેમજ જીવનસાથી વિશેની જટીલ સમસ્યાના ઉકેલ માટે પાયાની માહિતી લોકોને પૂરી પાડવાનું માધ્યમ બની શકીએ એ ઉદ્દેશથી શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ ‘‘મેરેજ બ્યુરો’’ થકી આ કાર્ય કરી રહ્યા છીએ. આપનાં સગાં-સંબંધીઓ અને સ્નેહીમિત્રોને પણ આ સાથેના રજીસ્ટ્રેશન ફોર્મની ઝેરોક્ષ કરાવી અને ભરાવડાવી પસંદગી અભિયાનમાં સામેલ થવા આગ્રહ કરવાનો છે.

The main problem of our Samaj is finding a suitable home and groom for our sons and daughters. Today, in a situation where nobody has time, we have come to your help only to search for a suitable match for our sons and daughters. Through the Vevishal Pasandgi Abhiyan (engagement selection campaign), we are creating a special opportunity for the children of all of you. God sends every couple already made, but time passes in finding their address. With the aim of being helpful to you in finding this address, and of becoming a medium that provides people with basic information for solving the complex problem of a life partner, we are doing this work through Shree Saurashtra Leuva Patel Seva Samaj “Marriage Bureau”. You are also urged to get your relatives and friends to make photocopies of the accompanying registration form, get them filled, and join the Pasandgi Abhiyan.

આ ફોર્મના બાયોડેટાની વિગત સમાજ દ્વારા પ્રકાશિત થતા અંતરંગ ત્રિમાસિક અંકમાં પ્રકાશિત કરવામાં આવશે. ફોર્મ ઉપરના સરનામે મોકલવા વિનંતિ, કવર ઉપર ‘‘મેરેજ બ્યુરો’’ અવશ્ય લખવું.

The bio-data details of this form will be published in the internal quarterly issue published by the Samaj. Kindly send the form to the above address; be sure to write “Marriage Bureau” on the envelope.

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજની દરેક સમાજ-સંસ્થાઓના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, હોદ્દેદારો અને ટ્રસ્ટીશ્રીઓ તેમજ ખાસ આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા સમાજ અગ્રણીઓએ આ સાથે મોકલાવેલ રજીસ્ટ્રેશન ફોર્મની વધુમાં વધુ ઝેરોક્ષ નકલ કરાવી આ સમાજ દ્વારા આયોજિત પસંદગી અભિયાનમાં જરૂરિયાતમંદ કુટુંબોને જોડી ભાગ લેવા આપના સંનિષ્ઠ પ્રયાસો કરી આ સેવા કાર્યમાં સહભાગી થવા વિનંતી છે.

The Presidents, Secretaries, office-bearers and Trustees of every Samaj-institution of the Saurashtra Leuva Patel Samaj, and especially the Samaj leaders who run this kind of service activities, are requested to make as many photocopies as possible of the registration form sent herewith, to connect needy families to take part in the Pasandgi Abhiyan organised by this Samaj through your sincere efforts, and to become partners in this service work.

નોંધNote

  1. ૧1આ પસંદગી અભિયાનમાં ભાગ લેનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ, ડીપ્લોમા અને સમકક્ષ રહેશે.The educational qualification of the candidate taking part in this Pasandgi Abhiyan will be at least Graduate, Diploma or equivalent.
  2. ૨2આ ઉમેદવારના ફોર્મમાં ભરાયેલી વિગતોના આધારે જ ઉમેદવારની સંપૂર્ણ વિગતો સાથેની પરિચય પુસ્તિકા પ્રસિધ્ધ કરવામાં આવશે, પુસ્તિકામાં છપાયેલી માહિતી/વિગતોની ખરાઇ કરવાની જવાબદારી ઉપયોગ કરનારની રહેશે જેની કાયદેસરતા માટે સમાજ જવાબદાર નથી.An introduction booklet with the complete details of the candidate will be published only on the basis of the details filled in this candidate's form. The responsibility of verifying the information/details printed in the booklet will be of the user; the Samaj is not responsible for its legality.
  3. ૩3આ ફોર્મ પૂરેપૂરી વિગત સાથે વાંચી શકાય તેવા અક્ષરોમાં ભરી પાસપોર્ટ સાઇઝ ૩.૦ X ૪.૦ સે.મી.ના બે લેટેસ્ટ કલર સ્વચ્છ ફોટા સાથે મોકલી આપવું. ફોટા ઉપર સ્ટેપલર પીન કે ટાંકણી લગાડવી નહીં.Fill this form with complete details in readable letters and send it with two latest, clear colour photos of passport size 3.0 X 4.0 cm. Do not put a stapler pin or pin on the photos.
  4. ૪4જન્મ તારીખના પુરાવા માટે જન્મનો દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટી.ની નકલ મોકલવી ફરજિયાત છે.For proof of date of birth, it is compulsory to send a copy of the birth certificate or School Leaving Certificate.
  5. ૫5અભ્યાસના પુરાવા માટે છેલ્લા વર્ષની માર્કશીટની નકલ અથવા ડિગ્રી પ્રમાણપત્રની નકલ મોકલવી ફરજિયાત છે.For proof of education, it is compulsory to send a copy of the last year's marksheet or a copy of the degree certificate.
  6. ૬6રજીસ્ટ્રેશન ફી. રૂા. ૫૦૦/- રોકડા / ઓનલાઇન Net Banking / Google Pay / etc. HDFC BANK, BIDC GORWA BRANCH, VADODARA. A/C. NO. 99999978011199, IFSC CODE: HDFC 0005367 ની ફોટો કોપી મોકલવી જરૂરી છે.Registration fee Rs. 500/- cash / online Net Banking / Google Pay / etc. HDFC BANK, BIDC GORWA BRANCH, VADODARA. A/C. NO. 99999978011199, IFSC CODE: HDFC 0005367 – it is necessary to send its photocopy.
  7. ૭7આ રજીસ્ટ્રેશન ફોર્મમાં ભરાઇને આવેલી વિગતો મુજબ જ વેવિશાળ પસંદગી અભિયાન ની પરિચય પુસ્તિકા પ્રકાશિત થશે.The introduction booklet of the Vevishal Pasandgi Abhiyan will be published only as per the details filled in this registration form.

રજીસ્ટ્રેશન ફી રૂા. ૫૦૦/-Registration fee Rs. 500/- રોકડા / ઓનલાઇન Net Banking / Google Pay / etc.Cash / online Net Banking / Google Pay / etc.

Bank
HDFC BANK
Branch
BIDC GORWA BRANCH, VADODARA
A/C. No.
99999978011199
IFSC Code
HDFC 0005367
  • પી. પી. કાનાણીP. P. Kananiપ્રમુખPresident 9978011199
  • રાજેશ આસોદરીયાRajesh Asodariyaમંત્રીSecretary 9998954364

મેરેજ બ્યુરો સમિતિMarriage Bureau Committee

  • જે. પી. સાવલિયાJ. P. Savaliyaકન્વીનરConvener 9898610620
  • રમેશભાઈ અકબરીRameshbhai Akbariસહ કન્વીનરCo-Convener 9825023926
  • રસિકભાઈ કાનાણીRasikbhai Kananiમેરેજ બ્યુરો સમિતિMarriage Bureau Committee 9925077766
  • ઝવેરભાઇ બાવડિયાZaverbhai Bavadiyaમેરેજ બ્યુરો સમિતિMarriage Bureau Committee 9662019353
  • વિરેન્દ્ર પરબિડિયાVirendra Parbidiyaમેરેજ બ્યુરો સમિતિMarriage Bureau Committee 9998213676
  • વિઠ્ઠલભાઈ ગજેરાVitthalbhai Gajeraમેરેજ બ્યુરો સમિતિMarriage Bureau Committee 9998008468
  • અમર કાર શોરૂમની સામે, બી.આઇ.ડી.સી. પાસે, ગોરવા-રિફાઇનરી રોડ, ગોરવા, વડોદરા-૩૯૦ ૦૧૬.Opposite Amar Car Showroom, Near B.I.D.C., Gorwa-Refinery Road, Gorwa, Vadodara-390 016.
  • 8511168921 / 22
  • mbpatelsamajbaroda@gmail.com
ઓનલાઇન ફોર્મOnline Form

વેવિશાળ / લગ્ન વિષયક રજીસ્ટ્રેશન ફોર્મVevishal / Marriage Registration Form

ઉમેદવારી વિગતCandidate Details
This field is required
This field is required
This field is required
This field is required
This field is required
This field is required
This field is required
Please enter a valid phone number
Please enter a valid email
This field is required
Please upload a .jpg/.png image (max 5 MB)
વતનNative Place
This field is required
This field is required
This field is required
અભ્યાસ અને વ્યવસાયEducation & Work
This field is required
This field is required
This field is required
This field is required
This field is required
This field is required
ભાઈ-બહેનBrothers & Sisters
This field is required
This field is required
This field is required
This field is required
This field is required
This field is required
This field is required
મોસાળMosal (Maternal Family)
This field is required
Please enter a valid phone number
This field is required
This field is required
This field is required
પિતા/વાલીની વિગતFather/Guardian Details
This field is required
This field is required
This field is required
This field is required
This field is required
Please enter a valid phone number
Please enter a valid phone number
This field is required
This field is required
This field is required
This field is required
ખેતીની જમીનની વિગતAgricultural Land Details
This field is required
This field is required
This field is required
This field is required
મધ્યસ્થીMediator
This field is required
Please enter a valid phone number
This field is required
This field is required
This field is required
This field is required
રજીસ્ટ્રેશન ફી રૂા. ૫૦૦/-Registration Fee Rs. 500/-
This field is required
This field is required
This field is required
Please upload a .jpg/.png image (max 5 MB)

HDFC BANK, BIDC GORWA BRANCH, VADODARA · A/C. NO. 99999978011199 · IFSC HDFC 0005367

This field is required
This field is required
This field is required
(*) વાળી વિગતો ફરજિયાત છે. જન્મ તારીખ અને અભ્યાસના પુરાવાની નકલ સમાજના સરનામે / ઈ-મેલ પર મોકલવી.Items marked with (*) are mandatory. Send copies of birth-date and education proof to the Samaj address / e-mail.
પ્રમુખસ્થાનેથી...From the President's Desk

સગપણ... એક સળગતી સમસ્યાMatchmaking: A Burning Issue

સ્નેહી સ્વજનશ્રીઓ,

Dear Swajan Shri,

પોતાના સંતાન માટે સારો જીવનસાથી મળે તે દરેક માતા–પિતાનું સ્વપ્ન હોય છે. દરેક યુવક યુવતીને પોતાના સ્વપ્નનો રાજકુમાર કે રાજકુમારી મળે તેવાં અરમાનો હોય છે. દરેકને સારું પાત્ર જોઈએ છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન છે કે, તેનો માપદંડ શું? તે ક્યાંથી મળે? વર્તમાન સમયે દીકરા કે દીકરીઓના વેવિશાળનો પ્રશ્ન એક મોટી સામાજિક સમસ્યા છે. દરેક ઉંમરલાયક સંતાનોનાં માતા–પિતાને રાત્રે ઊંઘ નથી આવતી. પોતાના સંતાન માટે યોગ્ય પાત્ર તો મળશે ને? જે પાત્ર મળશે તે સારું સંસ્કારી અને પરિવારની ભાવનાવાળું તો મળશે ને? અનેક પ્રશ્નો લોકોને મૂંઝવે છે. યોગ્ય સમયે દીકરા કે દીકરીનાં સગપણ કે લગ્ન થતાં નથી. પરિણામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આમ સગપણ મોટી સામાજિક સમસ્યા બની રહી છે. જો યોગ્ય સમજણ અને સારા પારિવારિક સંબંધો ન હોય તો પરિવારો માટે સંતાનોના સગપણ કરવા પહાડ જેવી સમસ્યા બની છે.

Every mother and father dreams of a good life partner for their child, and every young man and woman hopes to find the prince or princess of their dreams. Everyone wants a good match. But the biggest question is: what is the yardstick, and where do you find it? Today, finding a match for our sons and daughters has become a major social problem. Parents of grown-up children lose sleep over it. Will my child find the right partner? Will that partner be cultured and family-minded? When engagements and marriages do not happen at the right time, many other problems follow. Without understanding and good family ties, arranging a match has become a mountain of a problem for families.

આજના યુવક–યુવતીઓની પસંદગી ખૂબ ઊંચી છે. વાસ્તવિક પરિસ્થિતિ સમજ્યા વગર ફિલ્મો કે ટીવીના પડદે દેખાતાં પાત્રો જેવાં પાત્રો શોધવાના અભરખાને પરિણામે સમયસર નિર્ણય લઈ શકતાં નથી. ક્યારેક સંતાનો તો ક્યારેક માતા–પિતાની પસંદગી–નાપસંદગીમાં સમય પસાર થાય છે. પરંતુ, સગપણ શોધવા માટે ઘણાં પરિબળો કામ કરે છે તેને સમજવા જોઈએ. જે પરિવાર આ પરિબળો સમજે છે, થોડી બાંધછોડ કરે છે, અથવા પસંદગી વાસ્તવિકતાની નજીક હોય છે અને ઝડપથી નિર્ણય લે છે ત્યાં વેવિશાળ કરવું તે સમસ્યા નથી... અત્યારે છોકરીઓની સંખ્યા છોકરાઓની સામે ઓછી છે. એટલે છોકરાના વેવિશાળ માટે તકલીફ પડે છે તેવું નથી... દીકરીઓ માટે પણ યોગ્ય પાત્રની શોધ વધુ વિકટ છે. મોટી ઉંમર થઈ જાય પછી ઘણી દીકરીઓના સંબંધ થવામાં વધુ વાર લાગે છે. પછી ના છૂટકે ઘણી બાંધછોડ કરી મળે તે પાત્ર સાથે જિંદગી ગોઠવાતી હોય છે. યુવક અને યુવતી બંને પક્ષે જીવનસાથીની પસંદગી માટે ઘણા પડકારો છે. આ પરિવારો માટે મોટી સમસ્યા છે.

Young people today have very high expectations. Looking for partners like the characters on film and TV screens, without understanding real life, they cannot decide in time. Sometimes the children's likes and dislikes, sometimes the parents', let the years go by. Many factors are at work in finding a match, and we must understand them. Families that understand them, accept a little give-and-take, keep their choices close to reality and decide quickly do not find it hard to arrange a match. Today there are fewer girls than boys, yet it is not only sons who struggle: finding the right partner for daughters is even harder. Once daughters grow older, a match takes longer, and many finally settle down with whoever comes along after many compromises. Both sides face real challenges, and this is a big worry for families.

આખો સંદેશ વાંચોRead the full messageઓછું બતાવોShow less

જે છોકરાઓ ભણ્યા નથી.. પિતાને ખૂબ સારો ધંધો કે વેપાર નથી તેવા યુવકો માટે યુવતીઓની પસંદગી મળતી નથી. ઘણીવાર આવા મુરતિયાઓ માટે કોઈ સગપણની વાત પણ ચલાવવા તૈયાર નથી. ધોરણ સાત ભણેલી યુવતી પણ ગ્રેજ્યુએટ કે વેલસેટ યુવકને જ પસંદ કરે છે. આ પ્રશ્ન દરેક સામાન્ય પરિવારે દીકરો નાનો હોય ત્યારથી સમજવો જોઈએ અને દીકરાને નાનપણથી ભવિષ્યમાં આવનાર પ્રશ્ન અંગે સમજણ આપવી પડે તેમ છે. એટલે જ એક કહેવત છે.. નોકરી માટે નહીં તો છોકરી માટે તો ગ્રેજ્યુએટ સુધી શિક્ષણ મેળવવું જોઈએ અથવા તો ૨૦ વર્ષે સારી કમાણી કરતા હોવા જોઈએ. યુવકના સંબંધ માટે શિક્ષણ અથવા પૈસા અથવા બંને હોવું જરૂરી છે. પરંતુ, દીકરીઓના સંબંધ માટે અનેક સામાજિક માન્યતાઓ, રૂઢિઓ, દેખાવ અને સ્વભાવ અગત્યનાં છે. આ માટે પણ માતા–પિતા અને દીકરીએ સાથે બેસી ચર્ચા કરી એક સમજણ ઊભી કરવી જરૂરી છે.

Young men who have not studied, or whose fathers do not have a strong business, find it hard to get a match; often nobody is even willing to propose one. Even a girl who studied up to standard seven prefers a graduate or well-settled young man. Every ordinary family should understand this while their son is still young, and prepare him for it. As the saying goes: if not for a job, then at least for a bride, study up to graduation, or be earning well by the age of 20. For a young man, education or money, or both, matter. For daughters, many social beliefs, customs, looks and nature matter, so parents and daughters should sit together and build a shared understanding.

એક યુવકનું છેલ્લા પાંચ વર્ષથી સગપણ શોધતા પિતાએ ઉકળાટ ઠાલવતા કહ્યું કે... મારા પુત્ર માટે કોઈ વાત પણ ચલાવતું નથી. સમાજમાં હવે સંબંધ કરાવવા કોઈ આગળ આવતું નથી તે વાત ખરી છે. હવે કોઈ વેવિશાળ કરાવવાના પ્રયાસ પણ કરતું નથી. પરંતુ આવું થવાનું કારણ એ છે કે, લગ્ન પછી ઊભા થતા પ્રશ્નોમાં વચ્ચે રહેનારને સાંભળવું પડે અથવા તો તેને જવાબદાર ગણે છે. પિતાને ઓળખતા હોય પરંતુ, દીકરા કે દીકરી અંગે કશું જ જાણતા હોતા નથી, પરિણામે વચ્ચે રહીને બે યોગ્ય પાત્રને ભેગા કરવાનો કોઈ સફળ પ્રયાસ કરતું નથી. આ પણ એક સામાજિક પ્રશ્ન છે. પરિવારભાવના તૂટી રહી છે તેનું આ પરિણામ છે.

A father who had been looking for a match for his son for five years told me in frustration that nobody even proposes a match for his son. It is true that people in the Samaj no longer come forward to arrange matches. The reason is that whoever stands in the middle has to hear about, or is blamed for, any problems after the marriage. People know the father but know nothing about the son or daughter, so nobody makes a real effort to bring two suitable people together. This too is a social problem, and a sign that our family spirit is weakening.

દીકરીઓ માટે વેવિશાળની વધુ તકલીફ પડે છે તેની પાછળ સામાજિક માન્યતાઓ જવાબદાર છે. દરેક પરિવાર પોતાના જ સમાજમાં પાત્ર શોધે તે સ્વાભાવિક છે. એટલે જે તે સમાજની રૂઢિગત માન્યતા દીકરીઓના વેવિશાળ માટે પડકાર બને છે. (૧) મોટેભાગે દરેક સમાજ એવું માને છે કે યુવક કરતાં યુવતી વધુ ભણેલી ન હોવી જોઈએ. (૨) દરેક પરિવાર એવું માને છે કે, યુવક કરતાં યુવતીની ઉંમર વધુ ન હોવી જોઈએ. આ બે પુરુષપ્રધાન સમાજની માન્યતાઓને કારણે વેવિશાળમાં તકલીફ પડે છે. જે યુવતી વધુ ભણે તો તેની પસંદગીના યુવકોની સંખ્યા ઘટતી જાય છે. ઉચ્ચ અભ્યાસ કર્યા પછી યુવતીને તેનું જ્ઞાતિ–સમાજનું પાત્ર મળતું નથી... પરિણામે બાંધછોડ કરી અન્ય જ્ઞાતિ–સમાજના યુવક સાથે લગ્નગ્રંથિથી જોડાવું પડે છે. ઘણી યુવતી અભ્યાસ અને નોકરીમાં સેટ થઈ જાય પછી જ વેવિશાળ શોધવું તેવું નક્કી કરીને બેઠી હોય છે. પરિણામે યુવતીની ઉંમર મોટી થઈ જાય છે. શરૂઆતમાં પસંદગી ઊંચી હોય છે. નાની ઉંમરના સારા ભણેલા યુવકો પસંદ કરતા નથી... આમ મહિલાઓ તમામ ક્ષેત્રે આગળ વધી રહી છે. પરંતુ, જીવનસાથી પસંદગીમાં જો કાળજી ના રાખવામાં આવે તો રૂપ, અભ્યાસ કે સારી નોકરી હોય તો પણ જીવનસાથીનું સારું સુખ પામી શકતી નથી.

Social beliefs are behind the greater difficulty for daughters. It is natural for every family to look for a partner within its own community, so that community's traditional beliefs become a challenge for daughters: (1) most communities believe a girl should not be more educated than the boy, and (2) every family believes a girl should not be older than the boy. These two beliefs of a male-dominated society make matches harder. The more a girl studies, the fewer suitable young men remain; after higher studies she may not find a match in her own community and has to compromise and marry outside it. Many girls decide to look for a match only after they are settled in studies and a job, and by then they are older. At first their expectations are high, and they do not consider well-educated men who are younger. Women are moving ahead in every field, but without care in choosing a life partner, even looks, education or a good job cannot bring happiness in married life.

વેવિશાળ કરવું એક જટિલ પ્રશ્ન છે. એટલે ઘણાં જ્ઞાતિસંગઠનો અને વ્યવસાયિક રીતે પણ ઘણાં વેવિશાળકેન્દ્રો ચાલે છે. પરંતુ કેન્દ્રોમાં યુવકોના માહિતી ફોર્મની સામે યુવતીઓના ફોર્મ ૨૦ થી ૨૫ ટકા જ આવે છે. વળી વેવિશાળ પરિચય મેળામાં આવેલી ૨૫ ટકા જેટલી યુવતીઓ તેનાથી ત્રણ ગણા યુવકોમાંથી લગભગ કોઈને પસંદ કરતી નથી. મોટાભાગનાં સંગઠનોની વેવિશાળ કરાવવાની પ્રવૃત્તિમાં સફળતા મળતી નથી. યુવતીના પરિવારો યુવક પક્ષે ચાર ગુણની અપેક્ષા રાખતા હોય છે. (૧) સારો દેખાવ હોય (૨) પૂરતું શિક્ષણ (૩) આર્થિક સદ્ધરતા અને (૪) ખાનદાન પરિવાર... વાસ્તવમાં આ ચારેય ગુણ એક સાથે એક સમયે હોતા નથી. કોઈ એક–બે માં બાંધછોડ કરો તો જ વેવિશાળ થઈ શકે તેમ છે. પરિવારની ખાનદાનીમાં બાંધછોડ ન કરવી પરંતુ, અન્ય ત્રણમાંથી બે ગુણ ગમતા હોય તો એક ગુણ બરાબર ન હોય તોપણ વેવિશાળ કરવા તૈયાર થવું જોઈએ. ઘણી જગ્યાએ માતા–પિતાને યોગ્ય લાગતું હોય પરંતુ, યુવક કે યુવતીને પસંદ આવતું નથી... લાચાર માતા–પિતા ચિંતા સિવાય વધુ કંઈ કરી શકતાં નથી.

Arranging a match is a complex question, which is why many community organisations and commercial centres run marriage bureaus. Yet these centres receive only 20 to 25 forms from young women for every 100 from young men, and at introduction meets the young women, about a quarter of those present, often choose almost nobody from three times as many young men. Most organisations struggle to succeed. Families of girls look for four qualities in a young man: (1) good looks, (2) enough education, (3) financial stability and (4) a respected family. In reality these four rarely come together, and a match happens only when you compromise on one or two. Do not compromise on the family's character, but if two of the other three qualities are right, be ready to go ahead even if one falls short. Often the parents approve but the young man or woman does not, and helpless parents can only worry.

આજકાલ યુવક–યુવતીઓની ભાગી જવાની ઘટનાઓ કે આત્મહત્યાના બનાવો પાછળનાં કારણોમાં મહત્ત્વનું કારણ યોગ્ય સમયે યોગ્ય યુવતીના લગ્ન ન થવા તે પણ છે... ઘણાં માતા–પિતા પોતાના દીકરાની વહુ લાવવા માટે બદલામાં દીકરીને વહુના ભાઈ સાથે પરણાવે છે. બંને બાજુ સામ–સામે દીકરીઓના સોદા થાય છે. આ સૌથી મોટું સામાજિક દૂષણ છે. આ રીતે બનેલાં યુગલોમાંથી મોટાભાગે સુખી થઈ શકતાં નથી. સગપણની સમસ્યા ગામડાંઓમાં છે, તેટલી જ શહેરોમાં પણ છે... ખરું સુખ માત્ર પૈસા, રૂપ કે શિક્ષણની ડિગ્રીમાં નથી, સમજણ અને પારિવારિક લાગણીમાં વધુ છે તે સમજવાની જરૂર છે. સાસુ કેવા મળશે? તેની ચિંતા હવે યુવતીઓને નથી પરંતુ, વહુ કેવી મળશે? તેની ચિંતા સાસુઓને વધુ થાય છે.

One important reason behind young people eloping, or even taking their own lives, is that marriages do not happen at the right time. Many parents, to bring home a bride for their son, marry their daughter to the bride's brother in exchange, so daughters are traded on both sides. This is the biggest social evil, and most couples married this way do not find happiness. The problem is as real in cities as it is in villages. We need to understand that true happiness lies not only in money, looks or degrees, but much more in understanding and family affection. Today young women no longer worry about what their mother-in-law will be like; it is mothers-in-law who worry more about what their daughter-in-law will be like.

લગ્નઇચ્છુક દીકરા–દીકરીઓને ખાસ અભિનંદન આપી એમના સુખી, આનંદપ્રદ દામ્પત્યજીવન અને ઉત્તમ ભવિષ્ય માટે અનેકાનેક શુભકામનાઓ પાઠવું છું. આ પરિચય ગ્રંથ આપને ખૂબ જ ઉપયોગી બની રહેશે એવી અભિલાષા સાથે...

My special congratulations to all our sons and daughters who wish to marry, and my warmest wishes for a happy, joyful married life and a bright future. I hope this introduction book (Parichay Granth) proves very useful to you.

તા. ૨૨/૧/૨૦૨૪Date: 22-01-2024
સ્થળ : વડોદરાPlace: Vadodara
પી.પી. કાનાણીShri P. P. Kananiપ્રમુખPresident
મંત્રીશ્રીનું નિવેદનSecretary's Message

લગ્ન એક સંસ્કાર છે, કરાર નથીMarriage is a Sanskar, Not a Contract

વ્હાલા પરિવારજનો,

Dear family members,

સમાજનું અસ્તિત્વ મનુષ્યથી છે. પ્રત્યેક સમાજ જે કંઈ પ્રવૃત્તિ કરે તે તેની સંસ્થાઓ દ્વારા શક્ય બને છે. આ સંસ્થાઓ દ્વારા પ્રત્યેક સમાજના સાંસ્કૃતિક વારસાનું સાતત્ય જળવાઈ રહે છે, જેનાથી સમાજ ટકી રહે છે. ભારતીય સમાજ વ્યવસ્થામાં મુખ્યત્વે કુટુંબસંસ્થા, લગ્નસંસ્થા, ધાર્મિકસંસ્થા, શિક્ષણસંસ્થા વગેરે અસ્તિત્વ ધરાવે છે. શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ, વડોદરા લગભગ ૩૦૦૦ કુટુંબો અને બારેક હજાર પરિવારજનો સાથે વિશાળ કુટુંબભાવનાથી જોડાયેલો છે. આપણા સમાજની એક પાંખ મેરેજ બ્યુરો સમિતિ ૩૬૫ દિવસ કાર્યરત રહી સમગ્ર લેઉવા પટેલ સમાજના દીકરા–દીકરીઓને યોગ્ય જીવનસાથી મળી રહે તે માટે હંમેશા તત્પર રહે છે.

A society exists because of its people, and everything it does is made possible through its institutions. These institutions keep a community's cultural heritage alive, and that is what sustains it. Indian society rests mainly on the institutions of family, marriage, religion and education. Shree Saurashtra Leuva Patel Seva Samaj, Vadodara binds together about 3,000 families and some 12,000 family members in one large family spirit. The Marriage Bureau Committee, a wing of our Samaj, works 365 days a year and is always ready to help the sons and daughters of the whole Leuva Patel community find the right life partner.

‘‘લગ્ન એક સંસ્કાર છે, કરાર નથી.’’ લગ્નવ્યવસ્થામાં સદીઓથી નાનાં મોટાં પરિવર્તનો આવતાં રહ્યાં છે. પરંતુ એકવીસમી સદી માનવસમાજના ઇતિહાસમાં કદાચ સૌથી વિશેષ પ્રભાવી રહી છે, જેની અસર લગ્નની સંસ્થા પર અલગ અલગ રીતે જોઈ શકાય છે. સ્ત્રીઓની આર્થિક પ્રવૃત્તિઓમાં ભાગીદારી વધતા તેની પરંપરાગત લગ્ન બાદની ભૂમિકામાં પરિવર્તનો આવ્યાં છે. વ્યક્તિગત સિદ્ધિ અને આર્થિક સદ્ધરતાને કારણે લગ્નજીવનમાં સંઘર્ષની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સંયુક્ત કુટુંબો તૂટતા લગ્નજીવનમાં મળતાં કુટુંબના સાથ અને સહકારમાં ઘટાડો દેખાય છે. લગ્નજીવનમાં થતા ભંગાણ અને તેમાં આર્થિક પરિસ્થિતિની નકારાત્મક અસરોને પરિણામે આત્મહત્યાના કિસ્સાઓ પણ વધી રહેલા છે.

“Marriage is a sanskar, a sacred rite, not a contract.” Marriage has changed in small and big ways over the centuries, but the 21st century has perhaps changed human society more than any other time, and its effects on marriage can be seen in many ways. As more women take part in economic life, their traditional role after marriage has changed. Personal achievement and financial independence have brought new conflicts into married life. With joint families breaking up, the support and cooperation a family gives to a marriage has declined. Broken marriages, and the strain of financial problems, have even led to a rise in suicides.

આખો સંદેશ વાંચોRead the full messageઓછું બતાવોShow less

આ વધતી સમસ્યાઓના નિરાકરણ માટે વ્યક્તિ અને સમાજે વિચારવાની જરૂર છે. માતાપિતાએ પોતાના સંતાનોની શારીરિક, માનસિક કે અન્ય સમસ્યાઓ તરફ સજાગ રહીને અનુકૂલન સાધવું પડશે. સામાજિક સંસ્થાઓએ સાંપ્રત સમયમાં સંસ્કૃતિ વારસો અને પરંપરા જાળવણી અંગે વિચારી તે અંગે યોગ્ય તે તમામ પગલાં લેવાં જોઈશે.

Both individuals and society need to think about solving these growing problems. Parents must stay alert to their children's physical, emotional and other difficulties and adapt. Social institutions must think about preserving our culture, heritage and traditions in today's times, and take every suitable step.

સ્પષ્ટ અને સમતોલ અભિરુચિ અને જરૂરિયાતો વિકસાવવી, ગુરુતાગ્રંથિ કે લઘુતાગ્રંથિથી દૂર રહી પોતાની શક્તિઓ અને મર્યાદાઓનો વાસ્તવિક ખ્યાલ બાંધવો જરૂરી છે. બીજા પાસેથી લેવાની અપેક્ષા રખાય તેટલા પ્રમાણમાં આપવાની પણ માનસિક તૈયારી રાખો તો સંતોષકારક લગ્નજીવન માણી શકાય. વિજાતીય પાત્ર ચારિત્ર્યવાન, માણસાઈયુક્ત, વ્યવહારિક, પ્રેમભાવના અને લાગણીસભર હોવું જોઈએ. બાકી બધું ઈશ્વર પર છોડી દેવું. જીવન કે જગત તમારા વિચારો પ્રમાણે ચાલવાનું નથી. પૈસા, પદ, પ્રતિષ્ઠા હંમેશા સ્થિર નથી. રૂપરંગનું પણ નક્કી નથી. એકમેકમાં શ્રદ્ધા અને વિશ્વાસ તેમજ એકબીજાને અનુકૂળ થવું એ શાંતિપૂર્ણ જીવનની ચાવી છે.

Develop clear and balanced interests and needs, keep away from feelings of superiority or inferiority, and form a realistic idea of your own strengths and limits. If you are as ready to give as you expect to receive, you can enjoy a satisfying married life. A life partner should be of good character, humane, practical, loving and caring; leave the rest to God. Life and the world will not run according to your wishes. Money, position and prestige are never permanent, and neither are looks. Faith and trust in each other, and adjusting to each other, are the key to a peaceful life.

આ પરિચયગ્રંથના માધ્યમથી યુવક–યુવતીઓ વચ્ચે થયેલો પરિચય પ્રણય–પરિણયમાં પલટાય અને એકબીજાને અનુકૂળ થઈ ખરા અર્થમાં પ્રભુતાનો અનુભવ થાય તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દરેક વાલી–વડીલ મિત્રોને તેમનાં સંતાનો ઇચ્છિત પાત્ર મેળવીને સુખી દામ્પત્યજીવન પ્રાપ્ત કરે તે માટે સમાજપરિવાર વતી હું શુભેચ્છાઓ પાઠવું છું.

My very best wishes that the introductions made through this book turn into love and marriage, and that couples, adjusting to each other, find the divine in married life in the truest sense. On behalf of the Samaj family, I wish every parent and elder that their children find the partner they hope for and enjoy a happy married life.

અંતમાં આ પરિચય ગ્રંથના સુંદર પ્રકાશન માટે અથાગ પરિશ્રમ કરવા બદલ મેરેજ બ્યુરો સમિતિના સર્વે સભ્યશ્રીઓ, ટ્રસ્ટીમંડળના મારા સાથી મિત્રો અને આપણા સમાજના સક્રિય કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર.

Finally, my heartfelt congratulations and thanks to all members of the Marriage Bureau Committee, my fellow trustees and the active volunteers of our Samaj for their tireless work in publishing this book so beautifully.

તા. ૨૨/૧/૨૦૨૪Date: 22-01-2024
સ્થળ : વડોદરાPlace: Vadodara
રાજેશભાઈ જી. આસોદરિયાShri Rajeshbhai G. Asodariyaમંત્રીSecretary
મેરેજ બ્યુરો સમિતિ

Marriage Bureau Committee

Our committee works 365 days a year to help the sons and daughters of the whole Leuva Patel community find the right life partner.

  • Shri Jayantilal Savaliya
    Shri Jayantilal Savaliya 98986 10620Convener · કન્વીનર
  • Shri Rameshbhai Akbari
    Shri Rameshbhai Akbari 98250 23926Co-Convener · સહ કન્વીનર
  • Shri Rasikbhai Kanani
    Shri Rasikbhai Kanani 99250 77766Member · સભ્ય
  • Shri Virendrabhai V. Parbadiya
    Shri Virendrabhai V. Parbadiya 99982 13676Member · સભ્ય
  • Shri Zaverbhai Bavadiya
    Shri Zaverbhai Bavadiya 96620 19353Member · સભ્ય
  • Shri Vitthalbhai Gajera
    Shri Vitthalbhai Gajera 99980 08468Member · સભ્ય

Subscribe to our Newsletter

Get the latest news, events and announcements of the Samaj in your inbox.